Friday, May 2, 2025

મોરબીમાં ડીગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોનાની મહામારીમાં દર્દીઓના સ્વાસ્થય અને જીવન સાથે ચેડા કરતા ડીગ્રી વગરના અને બોગસ મેડીકલ ડીગ્રી ધરાવતા નકલી ડોકટરોને શોધી કાઢવા મોરબી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાએ સુચના કરેલ હોય જેથી મોરબી એસ.ઓ.જી. પો.ઈન્સ. જે.એમ.આલ તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન PC ધર્મેન્દ્રભાઇ વાધડિયા તથા PC યોગેશદાન ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી મળતા તુરત જ તબીબી અધિકારીશ્રી ડો. કિરણ વિડજા, PHC રંગપર નાઓને સાથે રાખી મોરબી તાલુકાના રંગપર-બેલા રોડ પર આવેલ કોયો સીરામીકની સામે રામેશ્વર કોમ્પ્લેક્ષમાં ઓમ મેડીસીન નામના દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડીર્ગી વગર આરોપી કિરીટ કેશવજીભાઇ રાચરીયા ઉ.વ.૩૭ ધંધો-મેડીકલ પ્રેકટીસ (રહે. વિરપર તા.ટંકારા જી.મોરબીવાળો) ઓમ મેડીસન દવાખાનુ ચલાવી મેડીકલ પ્રેકટીશ કરી દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કી.રૂ.૧૭,૮૫૩ નો રાખી મળી આવતા મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.સ્ટાફ ASI રણજીતભાઇ ગઢવી, કિશોરભાઇ મકવાણા, HC જયપાલસિંહ ઝાલા, રસિકભાઇ કડીવાર, PC ધર્મન્દ્રભાઇ વાધડિયા, સતિષભાઇ ગરચર, યોગેશદાન ગઢવી, સંદિપભાઇ માવલા તથા WLR પ્રિયંકાબેન પૈજાએ કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,702

TRENDING NOW