Monday, March 9, 2026

મોરબીમાં જુદી જુદી જગ્યાએથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં જુદી જુદી જગ્યાએથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીમાં જુદી જુદી જગ્યાએથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં દલવાડી સર્કલ પાસે કેનાલ રોડ પરથી આરોપી નિકુલભાઈ કેશુભાઈ નકુમ રહે. આનંદનગર પાપાજી ફનવર્ડ પાસે મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ. ૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો છે.

જયારે મોરબી કેનાલ રોડ, ઉમા રેસીડેન્સી સામેથી આરોપી કેવલભાઈ જયેશભાઇ પીલોજરા રહે. લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી ગોદામ પાસે મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ. ૩૦૦ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયો છે.

તેમજ મોરબી વાવડી ચોકડી પાસે રોડ પરથી આરોપી અવેશભાઈ સલીમભાઈ મોવર રહે. જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ. ૩૨૦ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયો છે.

મોરબીમાં જુદી જુદી જગ્યાએથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ત્રણે ઇસમોને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડેલ છે.ત્રણે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,205

TRENDING NOW