મોરબીમાં જુદીજુદી જગ્યાએથી વર્લી મટકાનો જુગાર રમતા બે ઝડપાયાં
મોરબી: મોરબીમાં જુદીજુદી જગ્યાએ વર્લી ફીચરનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગાંધી ચોક નગર દરવાજા નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી મોસીન ઉર્ફે મોસલો રહીમભાઈ દલ (ઉ.વ. ૨૯) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક બાવનશા પીરની દરગાહ સામે મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨૭૦ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયો છે.
જયારે બીજાને મોરબીમાં માધાપર શેરી નં -૨૪ નજીક જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી ગોપાલભાઈ જલાભાઈ ખીટ (ઉ.વ.૨૫) રહે. મોરબી માધાપર શેરી નં-૭ મોરબી વાળાને રોકડ રકમ રૂ.૩૦૦ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





