મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ ભરડો લીધો છે અને વધતાં જતાં કોરોના કેશને લઈને હોસ્પીટલોમાં પણ બેડ ફુલ જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબી સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ સિરામિક ઉદ્યોગમાં કામ કરતાં અને ગ્રામડાઓના સામાન્ય જનતા માટે આવતીકાલથી સિમ્પોલો કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.
જેમાં સર્વ સમાજના જરુરિયાતમં દર્દીઓ માટે સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબીના કંડલા હાઇવે પર ભરતનગર ગામે આવેલ ભરતવન ફાર્મ ખાતે સિમ્પોલો કોરોના કેર સેન્ટર આવતીકાલથી તા.15થી શરૂ કરવામાં આવશે. જેમાં દર્દીઓને નિ:શુલ્ક સવાર સાંજ નાસ્તો, ચા, જ્યુસની વ્યવસ્થા સાથે 24 કલાક ડો.પિનલ, ડો.રવિ સુરાણી, ડો.ગોહિલ પ્રતિપાલ, ડો.દિવ્યા સુરાણી, ડો.બંસી તેમજ નર્સ અને સ્ટાફ દર્દીની સેવા માટે ખડેપગે રહેશે. સાથે દર્દીની દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવશે. તેમજ વધુ માહીતી માટે મો.72289 22222 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.