મોરબીના શનાળા રોડ સરદાર બાગ નજીકથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ સરદાર બાગ નજીકથી આરોપી રાજેશભાઈ ઉર્ફે શની ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૩૫.રહે. . સતવારા બોડીંગ પાછળ. મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





