Tuesday, May 6, 2025

મોરબીમાં ચોરીના ગુનામાં છેલ્લા વિસ વર્ષથી નાસતી ફરતી મહીલા રાજકોટથી ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ચોરીના ગુનામાં છેલ્લા વિસ વર્ષથી નાસતી ફરતી મહીલા રાજકોટથી ઝડપાઈ

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના અલગ અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતી ફરતતી આરોપી સ્ત્રીને રાજકોટ શહેર ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડી છે.

મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ તથા ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે નાસતી ફરતી આરોપી સ્ત્રી નીરૂ ચકુ મોહન દેવીપુજક રહે.રાજકોટ, કોઠારીયા રોડ, હુડકો કવા પાછળ દિપ્તીનગર, શેરી નં.૧ વાળી હાલે રાજકોટમાં લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧માં નીકીતાબેન નામથી રહેતી હોવાની બાતમી મળતા સ્ટાફ તથા મહીલા પોલીસ હેડ કોન્સ્ટેબલસાથે બાતમીવાળી જગ્યાએ વેરીફાઇ કરતા. ગુન્હાના કામે નાસતી ફરતી આરોપી સ્ત્રી નીરૂબેન ઉર્ફે નીકીતાબેન ચકુભાઇ મોહનભાઇ સોલંકી દેવીપૂજક ઉ.વ.૩૯ રહે. રાજકોટ લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧ સંતોષી માતાજીના મંદીર સામે વાળીને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Related Articles

Total Website visit

1,502,777

TRENDING NOW