મોરબીમાં ચકલા પોપટનો જુગાર રમતા બે ઈસમોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા.
મોરબી વીશીપરા કુલીનગર ચોક પાસે ભંગાર વાળાની ડેલા નજીક જાહેરમાં ચકલાં પોપટનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી વીશીપરા કુલીનગર ચોક પાસે ભંગાર વાળાની ડેલા નજીક જાહેરમાં ચકલાં પોપટનો જુગાર રમતા આરોપી આવેશભાઈ અબ્બાસભાઈ નોડે તથા ઈસ્માઈલભાઈ અબુભાઈ મોવર રહે. બંને મોરબી વીશીપરા તા.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨૩૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.