મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીઝન મોરબીના રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ એસ.એમ.રાણાનાઓ તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા તથા ભાનુભાઇ બાલાસરાને સંયુકત ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી ભવાની ચોક યત્રી ફરસાણ વાળી શેરીમાં જાહેરમાં અમુક ઈસમ ગોળ કુંડાળુ વળી જુગાર રમતા હોય.
જે બાતમી આધારે મોરબી ભવાની ચોક ગાયત્રી ફરસાણ વાળી શેરીમાં રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા છ ઇસમો સીરાજભાઇ હુશેનશાહ શાહમદાર (રહે.મોરબી ભરવાડ શેરી કૈલાનીપીરની દરગાહ સામે), અબ્દુલભાઇ ઓસમાણભાઇ દરઝાદા (રહે.વાંકાનેર દરવાજા બાલમંદીર સામે મોરબી), અહેમદભાઇ ઇબ્રાહમભાઇ બ્લોચ (રહે.મોરબી નાનીબજાર ચૌહાણ શેરી તા.જી.મોરબી),ગુલામહુશેન ફીરોજભાઇ બ્લોચ (રહે.મોરબી નાનીબજાર મામજીવાળી શેરી તા.જી.મોરબી,), એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા (રહે.નાનીબજાર વિશ્વકર્મો મંદીરની પાસે તા.જી.મોરબી) શબીરશાહ હુશેનશાહ શાહમદાર (રહે.બોરીચાવાસ બ્રાહમણની ભોજનશાળાની પાસે તા.જી.મોરબી)ને પકડી પાડી મજકુર ઇસમો પાસેથી રોકડ રૂ.૨૫,૨૫૦/- નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર બી.પી.સોનારા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.રાણા તથા પો.હેડ.કોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા રામભાઇ મંઢ તથા સંજયભાઇ બાલાસરા તથા પો.કોન્સ ચકુભાઇ કરોતરા તથા આશીફભાઇ રાઉમા તથા ભરતભાઇ હુંબલ વિગેરે જોડાયેલ હતા.