મોરબીમાં ગેન્ડા સર્કલ થી આગળ ત્રાજપર ચોકડી તરફ ક્રિષ્ના સોંપીગમાં દુકાન નં-૧ પર ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ રહેતા અને બાંધકામના ધંધા સાથે સંકળાયેલા કિરીટભાઈ ભાણજીભાઈ ધોરીયાણી (ઉ.વ.૪૦)એ આરોપી જયેશભાઈ મનસુખભાઈ રામાનુજ (રહે.ધરમપુર,મોરબી) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે કે આરોપી જયેશભાઈએ ફરિયાદી કિરીટભાઈ ધોરીયાણીની માલિકીની મોરબી તાલુકાના ત્રાજપર ગામના સર્વે નં.-૮૨ પૈકીની જમીન ચો.મી.૧૮-૦૨ ની (દુકાન-૧) જે ક્રિષ્ના સોપિંગમાં આવેલ છે તેનો ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.