મોરબી: કૃષિ વિજ્ઞાનિકો દ્વારા ખેતીમાં વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછી મહેનતે ખેડુતોને સારી આવક કરી શકે તેના માટે સંશોધન કરવામાં આવતા હોય છે. ત્યારે આગામી દિવસોમાં ડ્રોનની મદદથી ખેતરમાં દવાનો છંટકાવ કરી શકાય તે માટે મોરબીમાં ડ્રોનથી ખેતીના પાકમાં દવાના છંટકાવમાં નિદર્શન કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે ખેડુતોને પોતાની ખેતીમાં દવા છંટકાવ કરવામાં ઘણી તકલીફ સહન કરવી પડે છે ત્યારે આધુનિક ખેતીના ભાગરૂપે મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચેન્નઈની ગરુંડા કંપની દ્વારા ડ્રોનથી ખેતી પાકમાં દવાનો છંટકાવ કઈ રીતે કરી શકાય તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું આ નિદર્શન કાર્યક્રમમાં મોરબી અને વાંકાનેર તાલુકાના ખેડૂતોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર જીવાણી તથા ડી.એ. સરડવાએ કરેલ તેમજ હેતલબેન મણવાર અને કેન્દ્રના અધિકારીઓએ આ કાર્યક્રમ સફળ બનાવવા સહભાગી થયા હતા.