Monday, March 9, 2026

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા નેતાજીના જન્મજયંતિ નિમિત્તે સુભાષયાત્રા યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

ભારતની સ્વતંત્રતા માટે જીવન ન્યોછાવર કરનાર આઝાદ હિન્દ ફોઝના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે મોરબીમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં ક્રાંતિકારીઓની વિચારધારા લઈને ચાલતું ક્રાંતિકારી સેના દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મજયંતિ નિમિત્તે સુભાષયાત્રા કાઢવામાં આવી હતી. જે મોરબીના રવાપર રોડ અને શનાળા રોડ સહિતના મુખ્યમાર્ગો પર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સાથે સુભાષયાત્રા પસાર થય હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રાંતિકારી સેના મોરબી દ્વારા મોરબીના સરદાર બાગ સામે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સ્થાપના માટે 23 જાન્યુઆરી નક્કી કરી હતી. અને સરદાર બાગ સામે પ્રતિમા સ્થાપિત કરવા માટે કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમુક નામી લોકોના વિરોધને લઈ મોરબી નગરપાલિકાએ કામ બંધ કારવ્યું હતું. જેથી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે ક્રાંતિકારી સેના દ્વારા લોકોમાં દેશભક્તિ વિચાર આવે અને ક્રાંતિકારીઓ માટે પ્રેમ જાગે તે માટે સુભાષયાત્રામાં લોકોને સમજાવી સારા કાર્યોના વિરોધના કરવાનો સંદેશ આપ્યો સાથે સાથે નેતાજી વિશે માહિતી પણ આપી હતી.

Related Articles

Total Website visit

1,595,179

TRENDING NOW