Monday, May 19, 2025

મોરબીમાં કેશર ફિઝિયોથેરાપી ક્લિનીકમાં 8મીએ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કેશર ફિઝિયોથેરાપી ક્લિનીકમાં 8મીએ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબીમાં સામાકાંઠે સર્કિટ હાઉસ મેઈન રોડ પર આવેલ શિવ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ કેશર ફિઝીયોથેરાપી ક્લિનીક ખાતે આગામી તા.8 જાન્યુઆરીને સોમવારના રોજ સવારે 9 થી બપોરના 12 વાગ્યા તથા સાંજે 5 થી 8 વાગ્યા સુધી નિ:શુલ્ક ફિઝીયોથેરાપી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકના ડો.મિતલ રૈયાણી (B. Physio-M.L.A.P.) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.

આ કેમ્પમાં કમરની ગાદી ખસી જવી, ફાટી જવી, નસ દબાવી, કમરનો દુઃખાવો, મણકાનો/ગાદીનો ઘસારો, મણકા વચ્ચે નસ દબાવી, સ્પોન્ડીલાઈટીસ, ગોઠણની ગાદીનો ઘસારો, ગાદી ફાટી જવી, લીગામેન્ટ ઇન્જરી, સ્પોર્ટસ ઇન્જરી, સાઈટીકા(રાંઝણ), વા, ફરતો વા, સંધિવા, સાંધાનો દુઃખાવો, પેરાલીસીસ, પક્ષઘાત, Facial Palsy, Frozen Shoulder, Rotator Cuff Injury, કોણીનો દુ:ખાવો (ટેનીસ એલ્બો, ગોલ્ફર્સ એલ્બો), પગની પેનીનો દુખાવો, પાર્દીસન્સ ડી.સી., સાઇનસ, માઇગ્રેન, માથાનો દુઃખાવો, અસ્થમા, ડાયાબિટીસ કન્ટ્રોલની સારવાર, ઓપરેશન પછીની ફિઝીયોથેરાપીની સારવાર, સાંધા બદલાવ્યા પહેલા અને પછીની સારવાર, જન્મજાત ખોડખાપણ તથા બાળકોના રૂંધાઇ ગયેલા વિકાસ માટે, દાઝેલા અને પ્લાસ્ટીક સર્જરી કરાવ્યા પછીની સારવાર, ડિલીવરી પહેલા અને પછીની સારવાર, ફેફસા તથા હૃદયના દર્દીઓ માટેની સારવાર, તમાકુ અને કેન્સરના ઓપરેશન પછી મોંઢુ ખોલવા માટેની કસરત, વજન ઉતારવા અને વધારવા માટે માર્ગદર્શન અને ટ્રેઇનીંગ, હાઇટ વધારવા માટે માર્ગદર્શન અને ટ્રેઇનીંગ, મગજ અને કરોડરજજુની ઇજામાં સારવાર, કોરોના બાદમાં ફેફસા તથા શરીરની ફિટનેસ માટે સારવાર, હાથ અને પગના સોજા ઉતારવાની અદ્યતન મશીનથી સારવાર, સ્પીચ થેરાપી, જમવા તથા ગળવામાં તકલીફ માટે કસરતથી સારવાર, ન્યુરો ઇલેકટ્રોડાયગ્નોસીસ, પેલ્વીક ફલોરના સ્નાયુને મજબુત તથા Relax કરવાની સારવાર, વેરીકોઝ વેઇન, પગની નસો અને સ્નાયુની ગાંઠોની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી દર્દીઓ કેમ્પમાં લાભ લઈ શકશે. વધુ માહિતી માટે મો.97278 41107 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,505,706

TRENDING NOW