મોરબીમાં ઓનલાઇન ક્રિકેટ પર સટો રમી/રમાડતા મધ્યપ્રદેશના આઠ ઇસમોને 2.30 લાખના મુદ્દામાલ સાથે મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા
મોરબી: મોરબી-૦૨ સીરામીક સીટી ખાતે આવેલ ફલેટમાં મોબાઇલ,લેપટોપ મારફતે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રમાડતા મધ્ય પ્રદેશ રાજયના આઠ આરોપીઓને રોકડા રૂપીયા-૫,૨૦૦/- લેપટોપ, મોબાઇલ ફોન મળી કુલ કી.રૂ.-૨,૩૦,૨૦૦/- ના મુદામાલ સાથે મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ કે, ચેતન કિશોરભાઇ પલાણ રહે. મોરબી વાળા આશીષ વાસવાણી રહે. બેરાગઢ ભોપાલ (એમ.પી.) વાળા સાથે મળી બહારથી માણસો બોલાવી કોમ્પ્યુટર લેપટોપ, તથા મોબાઇલ ફોન મારફતે ચેતનભાઇ પલાણના મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક સીટીમાં આવેલ જે એપાર્ટમેન્ટ ફલેટ નં-૭૦૪ વાળામાં સાધનસગવડ પુરી પાડી ઓનલાઇન જુદી જુદી રમતો ક્રીકેટ, ફુટબોલ,હોકી જેવી રમતોમાં ઓનલાઇન સટ્ટો રમાડી જુગારનો અખાડો પોતાના અંગતફાયદા સારૂ ચલાવે છે. હાલે તેની આ પ્રવૃતિ ચાલુ છે.
ત્યારે ભારત & શ્રીલંકા વચ્ચે ચાલતી વનડે ક્રિક્રેટ સીરીજની ક્રિક્રેટ મેચ ઉપર પોતાના અંગત ફાયદા સારૂ ક્રિક્રેટ સટ્ટાનો ઓનલાઇન રમાડે છે. અને જુદા જુદા ગ્રાહકો સાથે હારજીતની તથા રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમીના આધારે મોરબી-૦૨ સીરામીક સીટીમાં આવેલ જે એપાર્ટમેન્ટના ફલેટ નં- ૭૦૪ માં રેઇડ કરતા ફુલ-૦૮ ઇસમો સુધાનશુ જગદીશ નાથાણી ઉ.વ. ૨૨, આકાશ દીલીપભાઇ ગુનવાની ઉ.વ. ૨૫, સાગર રમેશ અડવાણી ઉ.વ. ૧૯, રોહીત પ્યારેલાલ મીણા ઉ.વ. ૨૨, સંજય ગોપીલાલ લોઢી ઉ.વ. ૨ર, અશોક રૂપલાલ લોઢી ઉ.વ. ૨૪, શેરૂસીંગ જયસીંગ સુર્યવંશી ઉ.વ. ૨૦,
નીતેશ લક્ષ્મણસીંગ સેન ઉ.વ. ૨૨ રહે. બધા મધ્યપ્રદેશ વાળાને
લેપટોપ નંગ-૦૫ કી.રૂ. ૧,૫૦,૦૦૦/-, મોબાઇલ ફોન-૧૫ કી.રૂ. ૭૫,૦૦૦/- તથા રોકડા રૂપીયા-૫,૨૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૩૦,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવેલ તથા આરોપી ચેતનભાઇ કિશોરભાઇ પલાણ રહે. મોરબી અને આશીષ વાસવાણી રહે. ભોપાલ બેરાગઢ (એમ.પી.) વાળા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ગુનો કરતા મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.