Monday, May 12, 2025

મોરબીમાં એર ટીકીટ બુકિંગના નામે 7.71 લાખની ઠગાઇ : બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર રોડ બી/૬ પટેલ સોસાયટીમાં રહેતા રમેશભાઇ બાલુભાઈ ઉધરેજા (ઉ.વ‌.૭૦) એ આરોપી મહર્ષીભાઇ પ્રવીણભાઇ દવે રહે. એ.૪૦૨ સુકુન રેસીડેન્સી ઓપીઝીટ જેકે પાર્ક બસસ્ટોપ ચંદ્રોલા ગોતારોડ અમદાવાદ તથા ભાવીકાબેન મહર્ષીભાઇ દવે રહે.એ.૪૦૨ સુકુન રેસીડેન્સી ઓપીઝીટ જેકે પાર્ક બસસ્ટોપ ચંદ્રોલા ગોતારોડ અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ વસંતભાઇ અંબાલાલભાઇ પટેલને અમેરીકા દેશ ખાતે લગ્નમા જવાનુ હોય જેથી આરોપીઓએ વૈશવી ટુરીઝમ પ્રા.લી નામથી સાહેદોને વિશ્વાસમા લઇ કપટભરી રીતે એર ટીકીટ ઇલેકટ્રોનીક માધ્યમથી બનાવી પેકજ ટુર અને એર ટીકીઝ બુક મળી રૂપીયા ૭,૭૧,૨૧૩/-થી બુકીંગ કરી ફરીયાદી તથા સાહેદને ટીકીટ બુક કરી ઓન હોલ્ડથી ટીકીટ મોકલી ટીકીટ કન્ફર્મ નહી કરી ફરીયાદી તથા સાહેદના રૂપીયા ઓળવી જઇ છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,503,210

TRENDING NOW