Saturday, May 3, 2025

મોરબીમાંએમ.ડી.એમ.અનાજ વિતરણ કોરોના કહેરમાં મોકૂફ રાખવા રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હાલમાં કોરોના મહામારીના કારણે શાળાઓ અન અધ્યયન હોય મધ્યાહ્નન ભોજન શાળામાં આપવાનું બંધ હોવાથી દર માસે બાળકોને શાળામાંથી ઘઉં- ચોખા આપવામાં આવે છે. એ મુજબ હમણાં જ એમ.ડી. એમ.ફૂડસિક્યોરિટી અનાજ વિતરણનો પત્ર થયેલ છે.

હાલ મોરબીમાં કોરોના અતિ પ્રમાણમાં વધી રહ્યો છે. પણ હાલ બાળકોને પણ કોરોના થઈ રહ્યો છે. મોરબીમાં ઘણા બધા શિક્ષક મિત્રો કોરોનાની ઝપટમાં આવેલ છે. ઘણા બધા શિક્ષકો હોસ્પિટલમાં છે. અને કેટલાક શિક્ષકોના મૃત્યુ પણ થયા છે. અનેક બાળકો અને ગ્રામજનો વાલીઓ પણ કોરોનાથી સંક્રમિત છે. ત્યારે એમ.ડી.એમ. અનાજ વિતરણ કરવાથી ધો ૧ થી ૫ ના બાળકોને અઢી કિલો અને ધો.૬ થી ૮ ના બાળકોને સાડા ત્રણ કિલો જેટલું અનાજ જીવના જોખમે વિતરણ કરવાથી બાળકો અને શિક્ષકો સંક્રમિત થવાના જોખમ રહેલુ છે.

જો શરીર સારું હશે તો બધું થશે એ બાબતને ધ્યાને લઈ હાલનું અનાજ વિતરણ મુલતવી રહે અને જ્યારે વિતરણ કરવાનું થાય ત્યારે અનાજ શાળા સુધી પહોંચાડવામાં આવે અથવા અન્ય તાલુકાની જેમ શાળા કક્ષાએથી કુપન આપી જેમ વાલીઓ સસ્તા અનાજની દુકાનેથી પોતાનું ઘરનું રાશન લઈ આવે છે. એની સાથે પોતાના બાળકોનું પણ લઈ આવે, અત્યાર સુધીના અનાજ ઉપાડવાનું ઉતારવાનું અને શાળા સુધી પહોંચાડવાનું વાહન ભાડું દરેક આચાર્યોએ આશરે દશ હજાર જેટલી રકમનું પદરનું રોકાણ કરેલ છે. જે મળેલ નથી માટે આ બાબતે યોગ્ય કરવાની રજુઆત મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમજ તમામ આચાર્યોએ રજુઆત કરી છે.

Related Articles

Total Website visit

1,502,721

TRENDING NOW