મોરબીમા ઘુટું રોડ ત્રાજપર ખારીમા જવાના રસ્તે જાહેર રોડ ઉપર ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઘુટું રોડ ત્રાજપર ખારીમા જવાના રસ્તે જાહેર રોડ ઉપરથી આરોપી સજુભા ઉર્ફે મજબુતસિંહ દીલુભા રાઠોડ ( રહે. મયુર સોસાયટી રવીપાર્ક મોરબી-૦૨) નેં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ ( કિં.રૂ. ૭૫૦) નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.