મોરબીમાં કારમાંથી અને મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે ઇસમોને બી ડીવીઝન પોલીસ ટીમે દબોચી લીધા છે.
મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ ટીમને સંયુકત બાતમી આધારે આરોપીઓને
મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ કાર નંબર જી.જે.૩ ઇ.એલ.૪૯૭૬ (કી.રૂ. ૧૫૦,૦૦૦) વાળી કારમાં તથા પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૪ (કીં.રૂ.૩૭,૩૧૦) તથા મોબાઇલ નંગ-૦૨ (કિ.રૂ.૧૦,૦૦૦) મળી કુલ કી.રૂ.૧,૯૭,૩૧૦ નાં મુદામાલ સાથે દેશરાજ ટેંકચંન્દ રાહડ (રહે.વાણીયા સોસાયટી શોભેશ્વર મંદિર પાસે મોરબી-૦૨ મુળ ગામ બૈરાસર (ગુમાના) તા.રાજગંઢ જી.ચુરુ રાજય રાજસ્થાન) તથા સુનીલકુમાર નથુરામ પાલડીયા (રહે. વાણીયા સોસાયટી શોભેશ્વર મંદિર પાસે મોરબી-૦૨ મુળ ગામ નુહનન્દ તા. રાજગંઢ જી. યુરૂ રાજય રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. તેમજ મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. વી.એલ.પટેલ તથા પો.હે.કો. દિનેશભાઇ બાવળીયા, ભગવાનભાઇ ખટાણા, વનરાજભાઇ ચાવડા તથા પો.કો. ભગીરથભાઇ લોખીલ, રમેશભાઇ મુંધવા તથા પો.કો. રમેશભાઇ મિયાત્રા, રૂતુરાજસીહ જાડેજા રોકાયા હતા.