મોરબીમાં આશાવર્કર- આશાફેસિલિટરોએ સરકારે રૂ. 2 હજારના કરેલા પગાર વધારાના જીઆરને લોલીપોપ ગણાવી વિરોધ નોંધાવ્યો

મોરબી : મોરબી જિલ્લાની આશાવર્કર- આશાફેસિલિટરોએ સરકાર પગાર વધારાના પત્રને સળગાવ્યા હતા. જેમાં જિલ્લાની તમામ આશાવર્કર- આશાફેસિલિટરોએ સરકારે દ્વારા આપવામાં આવેલ રૂ. ૨ હજારના પગાર વધારાના જીઆરને લોલીપોપ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. કોરોનામા આશાવર્કર- આશાફેસિલિટરોએ સરાહનીય કામગીરી કરી હતી. ગામડે ગામડે જય લોકોને વેક્સિંનેશન કરવામાં પુરૂ યોગદાન આપ્યું હતું.
મોરબી જિલ્લાની તમામ આશાવર્કર- આશાફેસિલિટરોએ પગારમાં થતું શોષણ સામે અવાજ ઉઠાવીને સમાન કામ સમાન વેતનની માંગ સાથે ઘણા લાંબા સમયથી લડત ચલાવી રહી છે. ત્યારે અનેક વવખત સ્થાનિક કક્ષાએથી માંડી ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપીને આંદોલનો કરી રજૂઆત કરી હતી. આ આંદોલનને પગલે સરકાર જાગી હતી અને આશાવર્કર- આશાફેસિલિટરોના પગાર વધારા માટે જીઆર બહાર પાડ્યો હતો. પરંતુ જેમા માત્ર ૨ હજારનો વધારો કરતા આશાવર્કર- આશાફેસિલિટરોએ રોષે ભરાઈને આ જીઆરને લોલીપોપ ગણાવી સળગાવી નાખીને વિરોધ કર્યો હતો અને રાજ્યની સાથે કેન્દ્ર સરકારના પણ કામો કરતા હોય બન્ને સરકારોએ યોગ્ય પગાર વધારો કરે તેવી માંગણી કરી છે.





