મોરબી: રાજયભરમાં “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” તરીકેની તાલીમ આપવાની નવી યોજનાના તાલીમ વર્ગો નાયબ બાગાયત નિયામક્ની ક્ચેરી, મોરબી અને કે.વી.કે., મોરબીના સંયુક્ત ઉપક્ર્મે તા.૦૭/૧૦/૨૦૨૧ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીની કડવા પટેલ મહિલા કોલેજ ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંગેની એક દિવસીય તાલીમનું આયોજન જિલ્લા નાયબ બાગાયત નિયામક એન. એમ. કામરીયા, મોરબી બાગાયત અધિકારી બી, એચ. કોઠારીયા, હળવદ બાગાયત અધિકારી ડી. જી.પ્રજાપતિ, મોરબી બાગાયત મદદનિશ વી. એન. પરસાણા તેમજ મોરબી કે.વી. કે. ના વિષય નિષ્ણાંત એચ.એચ. પડસુમીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા કોલેજના પ્રો. દક્ષાબેન પટેલ, પ્રો. મોનીકાબેન પટેલ અને પ્રો. વનીતાબેન કગથરા આ કાર્યક્ર્મમાં હાજર રહ્યા હતા.
આ તાલીમમાં કિચન ગાર્ડનીંગ, કેનીંગ અને અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમા મુખ્યત્વે કિચન ગાર્ડન અને તેનુ મહત્વ તથા તેમાં વપરાતા બાગાયતી યંત્રો, ટેરેસ ગાર્ડન અને ઇન્ડોર ગાર્ડનનું મહત્વ, ફળ અને શાકભાજીનું આહારમાં મહત્વ તથા બાગાયતી પાકની હાલની સ્થિતિ અને કિચન ગાર્ડનમાં આવતા મુખ્ય રોગ અને જીવાતો અને તેનુ નિયંત્રણ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવેલ તેમજ કિચન ગાર્ડનમાં થઇ શકે તેવા બિયારણ કિટનું પણ વિતરણ કરવામાં આવેલ, જેમા ૬૫ થી વધુ મહિલાઓ એ ઉત્સાહથી ભાગ લીધો હતો તેમ નાયબ બાગાયત નિયામક્ની કચેરી મોરબીની યાદીમા જણાવાયું છે.





