Sunday, March 8, 2026

મોરબીમાંથી સગીરાને ભગાડી જનાર આરોપીની શોધખોળ યથાવત

Advertisement
Advertisement
Advertisement

આરોપીની જાણ થાય તો પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગત તા. 11/04/2021 ના રોજ નોંધાયેલ ગુન્હા અનુસાર ફરિયાદી શ્રીકાંતસિંહ શ્યામફલ યાદવ (રહે. રવાપર રોડ, સરદાર નગર-1, મોરબી, મૂળ. શાહકુંદનપુર, તા. તમોલી, જી. આઝમગઢ, ઉત્તરપ્રદેશ) ની સગીર વયની દીકરીને આરોપી નીકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા (મૂળ રહે. લોઠીયા તા. જી. જામનગર) લલચાવી ફોસલાવીને લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયેલ છે તે અંગેની નોંધાયેલ ફરિયાદ અનુસાર હાલ આ ગુન્હાની તપાસ ચાલુ છે.

આ મુદ્દે ફરિયાદી દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરે છે. આ ગુન્હાના આરોપીને પકડવા માટે પોલીસે પૂરતા પ્રયત્નો કરવા છતાં આરોપી આજ દિન સુધી પકડાયેલ નથી. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરે છે જેથી આરોપીનો કોઈ પત્તો મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, એ ડીવીજન પોલીસ સ્ટેશન મોરબીના મો. ૯૮૨૫૨૭૯૫૦૩, ૯૯૭૯૭૯૭૭૮૮ અથવા કચેરીના ટેલીફોન નં. ૦૨૮૨૨-૨૩૦૧૮૮ પર સંપર્ક કરીને આરોપીની જાણ કરવા પોલીસ તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,087

TRENDING NOW