Sunday, May 4, 2025

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂ અને રૂ. 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂ અને રૂ. 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા

મોરબી: મોરબીના પીપળી ગામની સીમ તથા શકત શનાળા, જી. આઇડીસી ખાતે ગોડાઉન માંથી વિદેશીદારૂની નાની મોટી બોટલો કુલ-૧૮૯૬ કિ.રૂ. ૯,૩૪,૬૨૦/ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૦૪,૬૨૦- ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને મોરબી એલસીબીએ પકડી પાડયા છે.

મોરબી એલસીબીને સંયુકતમાં મળેલ ખાનગી બાતમીના આધારે પીપળી ગામની સીમમાં આવેલ રોયલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ પ્લોટ નંબર ૧૭ વાળા ગોડાઉનમાં તથા શનાળા જી.આઇ.ડી.સી. નિતીનોન વિસ્તારમાં આવેલ ઉમા પ્લાસ્ટીક પાસે, શકિત મેટેલાઇઝીંગ ગોડાઉન સામે ધર્મેશભાઇ પ્રજાપતીના ગોડાઉનમાં પ્રોહીબીશન અંગે રેઇડ કરતા ફડસરગામે રહેતો ભરતભાઇ નારણભાઇ ડાવેરા (બોરીચા તથા તેના ભાગીદાર મુકેશ પીરારામ બિશ્નોઇ રહે. સરણાઉ તા. સાંચૌર જિ, જાલોર રાજસ્થાન વાળાએ આ બન્ને ગોડાઉન ભાડે રાખી તેમાં પરપ્રાંત માંથી વિદેશીદારૂનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરવા હેરાફેરી કરવાના આશયથી સંતાડેલ વિદેશીદારૂનો જથ્થા સાથે ત્રણ આરોપી ભરતભાઇ નારણભાઇ ડાવેરા તથા રતનલાલ સાજનરામ ગોદરા (ઉ.વ.૪૫ રહે. માણકી, ધોરીમન્ના જિ. બાડમેર રાજસ્થાન) અને પારસ ખીયારામ તેતરવાલ (ઉ.વ. ૨૮ રહે. દુધુગામ ધોરીમન્ના જિ. બાડમેર રાજસ્થાન વાળા મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા મોરબી સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે એમ બન્ને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રોહી ધારા તળે ગુના રજી કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે.

જ્યારે ભાગીદાર મુકેશ પીરારામ રહે. સરણાઉ તા. સાૌર જિ. જાલોર રાજસ્થાન વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસ તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

જ્યારે બન્ને ગોડાઉન માંથી પકડાયેલ મુદામાલ ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રિર્ઝવ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ- ૭૮૦ કિ.રૂ.૪,૬૮,૦૦૦/ તથા રોયલ ચેલેન્જ ફાઇન રીર્ઝવ વ્હીસ્કીની બોટલ ૭૫૦ મીલીની બોટલો નંગ- ૬૯૬ કિ.રૂ. ૩,૬૧,૯૨ અને
મેકડોવેલ્સ નંબર-૦૧ કલેકશન વ્હીસ્કીની નાની-મોટી બોટલો નંગ- ૪૨૦ કિ.રૂ.૧૦,૪૭,૦૦/ કુલ બોટલો નંગ-૧૮૯૬ કિ.રૂ. ૯,૩૪,૬૨૦/ તેમજ મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/ તથા એક મોટર સાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/
અને મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૦,૦૪,૬૨૦/- નો મુદામાલ પોલીસે કબ્જે કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,732

TRENDING NOW