મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી LE કોલેજમાં આગ લાગી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ LE કોલેજમાં 5 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ અંગે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા તાત્કાલિક દોડી ગઈ હતી. અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આગ ક્યાં કારણોસર લાગી હોવાનું જણાયું નથી. હાલ ફાયરબ્રિગેડની ટીમે આગને બુઝાવી હતી.