મોરબીના સામાકાઠાં વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને એક શખ્શ ભગાડી ગયો હોવાની સગીરાના પિતાએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાઠાં વિસ્તારમાં રહેતી 15 વર્ષિય સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના તથા બદનામ કરવાના ઇરાદે ફરિયાદીના વાલીપણામાંથી અપહરણ કરીને રાહુલ મેરાજીભાઇ તુવર (રહે.અડાલજ અમદાવાદ મુળ.લુણાવાડા જી.મહિસાગર) ભગાડી ગયો હોવાની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે.