Friday, May 2, 2025

મોરબીની સોખડા શાળામાં રાશોત્સવ ઉજવાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની સોખડા શાળામાં રાશોત્સવ ઉજવાયો

મોરબી નવરાત્રિ એટલે માતૃશક્તિની આરાધના કરવાનો તગેવાર,રાસે રમવાનો અને ગરબે ઘુમવાનો રૂડો અવસર,એમાંય ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબો નવરાત્રીમાં ચોરે ચૌટે રાસ ગરબાઓનું આયોજન થતું હોય છે આબાલ-વૃદ્ધ સૌને ગરબે રમવું ગમતું હોય છે,નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને નાચતા હોય છે,દરેક શાળાઓમાં પણ નવરાત્રીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે એ અન્વયે મોરબી તાલુકાની સોખડા શાળામાં વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાલીઓના તાલે દાંડિયાના તાલે ગરબે ઘૂમી જગત જનની જગદંબાની ભક્તિ અને શક્તિથી ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ સમાનતા,એકતા,સમરસતા અને બંધુતાની ભાવના કેળવાયી હતી સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આયોજન શાળાના આચાર્ય
બિંદીયાબેન રત્નોતર,તેમજ દિવ્યેશભાઈ અઘારા,કિરણબેન કાવર,વગેરે શિક્ષકો આશાબેન ગોહેલ પ્રવાસી શિક્ષક તેમજ પ્રદીપભાઈ કુવાડિયા શિક્ષક અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી અને બાળકો સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW