મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે પત્રકારત્વમાં કારકિર્દી સેમિનાર કાર્યક્રમુનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્સના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મોરબીના વિવિધ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે જર્નાલિઝમ અંગે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ પુછેલ વિવિધ પ્રશ્નોના ઉપસ્થિત પત્રકારોએ ખૂબ માહિતી સભર જવાબ આપ્યા હતા. આ ક્ષેત્રે કેરિયર બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની માહિતી મળી હતી. સાર્થક વિદ્યામંદિરમાં કૉમર્સ/સાયન્સના અભ્યાસ દરમિયાન કારકિર્દી માર્ગદર્શન માટે જુદા જુદા કાર્યક્રમોનું નિયમિત આયોજન થતું હોય છે.આ શ્રેણીમાં એક નવા મણકાનો ઉમેરો થયો હતો.






