Friday, May 9, 2025

મોરબીની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગાંધીનગર આયૂષની કચેરીના નિયામકના માર્ગદર્શન મુજબ મોરબીની સરકારી આયુર્વેદ હોસ્પિટલના ઈન્ચાર્જ વૈદ્ય પંચકર્મ અરૂણાબેન નિમાવત દ્વારા ગઈકાલે તા. 26 ને મંગળવારના રોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ મુકામે સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી તથા સરકારી આયુર્વેદ દવાખાનુ જનરલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ખાદ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

જેમાં પોષણથીમ અંતર્ગત વાનગીઓ બનાવવા તેમજ જાણવા માટે લોકોએ ઉત્સાહપૂર્વક રસ દાખવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોસ્પિટલના તેમજ દવાખાનાના સ્ટાફ દ્વારા પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો અને લોકોએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ખાદ્ય મહોત્સવને સફળ બનાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,830

TRENDING NOW