Monday, May 5, 2025

મોરબીની રવાપર ચોકડી નજીકથી ઝડપેલ ટ્રકમાંથી કોલસાની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની રવાપર ચોકડી નજીકથી એ ડીવીઝન પોલીસ ટીમ વાહન ચેકિંગ દરમ્યાન શંકાસ્પદ ટ્રકને રોકીને કાગળો માંગતા ડ્રાઇવર અને ક્લીનર ટ્રક મુકી ફરાર થઈ ગયા હતા. અને ટ્રક લેવા પરત ન આવતા પોલીસને ટ્રકની તપાસ કરતા કોલસાની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવી.પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ મોરબી રવાપર ચોકડીએ વાહન ચેકીંગમા હોય તે દરમ્યાન એક ટ્રકને રોકી રોડની સાઇડમા રાખી કાગળો દેખાડવા જણાવતા ટ્રક ડ્રાયવર તથા કલીનર થોડે આગળ રોડની સાઇડમા ટ્રક રાખી ટ્રક મુકી જતા રહેલ હતા. જેથી પોલીસે ટ્રક નં.RJ-04-GA-6377 વાળી શકપડતી મિલ્કત ગણી ગુન્હો નોંધી ટ્રક કબ્જે કરેલ હતો. અને ટ્રકને પોલીસ સ્ટેશનમાં રખાવેલ હતો.

ત્યારબાદ ટ્રકના ડ્રાઇવર કે કોઇ ઇસમ એક દિવસ સુધી આવેલ ન હોય જેથી ટ્રકમાં ગેરકાયદેસર વસ્તુ ભરેલ હોવાની શંકા જતા પોલીસે ટ્રકમા ભરેલ કોલસો ખાલી કરાવી જોતા ટ્રકમાં કોલસાની વચ્ચેથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની વ્હાઇટ્સ લેન્સ વોડકા ઓરેન્જ ફલેવર ૭૫૦ એમ.એલ.ની શીલબંધ બોટલો નંગ.804 (કિ.રૂ.2,41,200), કાઉન્ટી કલબ ડીલકસ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની શીલબંધ બોટલો નંગ.276 (કી.રૂ.82,800), ટાટા ટ્રક નં.RJ04GA-6377 તથા તથા લીગ્નાઇટ કોલસો વજન 24 ટન (કિ.રૂ.56,000) મળી કુલ રૂ.13,80000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ટ્રક ડ્રાયવર તથા કલીનર ઇસમો વિરુધ્ધ પ્રોહી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે..

આ કામગીરીમાં બી.પી.સોનારા તથા પો.સબ.ઇન્સ એસ.એમ.રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા, મહાવીરસિંહ પરમાર, રામભાઇ મંઢ, પો.કોન્સ ભાનુભાઇ બાલાસરા, સંજયભાઇ બાલાસરા, આશીફભાઇ રાઉમા, સમરતસિંહ ઝાલા તથા ભરતભાઇ હુંબલ, ભાવેશભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા વિગેરે જોડાયેલ હતા.

Related Articles

Total Website visit

1,502,752

TRENDING NOW