Thursday, March 12, 2026

મોરબીની યુવતીએ પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

Advertisement
Advertisement
Advertisement

ગત તારીખ 23 જૂનના રોજ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં મોરબીની વૈશાલી ગોપાલભાઈ પરમારે ગોલ્ડ મેડલ જીતીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

મોરબીના નવલખી રોડ પર બોડાસર વાડી વિસ્તારમાં રહેતી વૈશાલી પરમારે સુરત ખાતે યોજાયેલી પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેણે ડેડલિફ્ટિંગમાં 92.5 KG, બેન્ચ પ્રેસમાં 40 KG અને સ્કવોટમાં 70 KG વજન ઉપાડીને પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ અગાઉ પણ રાજકોટ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ડેડલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વૈશાલી પરમાર ફિઝિયોફીટ જીમમાંથી તાલીમ મેળવી રહી છે.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW