Friday, May 2, 2025

મોરબીની માધાપરવાડી શાળાની બળાઓએ જાદુગર વી.કે.નો શો નિહાળ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની માધાપરવાડી શાળાની બળાઓએ જાદુગર વી.કે.નો શો નિહાળ્યો

જાદુગર વી.કે.દ્વારા વિદ્યાર્થીઓ માટે તદ્દન નજીવા દરે શોનું આયોજન

મોરબીની માધાપરવાડી શાળા વિદ્યાર્થીઓ માટે અવનવી પ્રવૃત્તિ કરવા માટે જાણીતી છે ત્યારે મોરબીમાં કામધેનુ રિસોર્ટ પાસેના ગ્રાઉન્ડમાં જાદુગર વી.કે. જાદુગરના અવનવા શો દ્વારા ધૂમ મચાવી રહ્યા છે.માનવ જીવનની 72 કળાઓ પૈકીની એક કળા એટલે જાદુ.આ જાદુ દ્વારા લોકોનું મનોરંજન થાય એ માટે અનેક જાદુગરો પોતાની જાદૂકલા દ્વારા વિવિધ કરતબો બતાવતા હોય છે એવી રીતે અમેરિકા સ્થિત દુનિયાભરના જાદુગરો માટેની કલબ દ્વારા જાદૂકલા માટેની હરીફાઈ રાખવામાં આવેલ એમાં દુનિયાભરમાંથી 5000 જાદુગરોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને પોતાની જાદૂકલાનું પ્રેઝન્ટેશન કર્યું હતું.એ પૈકી ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા જાદુગર વી.કે. ને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું એવા આ વી.કે.જાદુગર જુદા જુદા 200 જેટલા જાદુના ખેલ જાદુના કરતબો બતાવે છે. દરરોજ રાત્રે 9.00 વાગ્યાનો રેગ્યુલર શો હોય છે પણ દિવસ દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓ માટે તદ્દન વ્યાજબી શુલ્ક સાથે વિદ્યાર્થીઓ માટે ફક્ત 50 રૂપિયાની નજીવી ફી સાથે માધાપરવાડી શાળાના 300 જેટલી વિદ્યાર્થીનીઓએ જાદુનો ખેલ નિહાળી મનોરંજન પ્રાપ્ત કર્યું હતું અને વી.કે સાથે દેશભક્તિના ગીતો સાથે ડાન્સની પણ મજા માણી હતી.આમ કોઈ શાળાના 300 વિદ્યાર્થીઓ થાય તો દિવસ દરમ્યાન શો કરી આપે છે,અને બાળકોનું સરસ મનોરંજન કરે છે,બાળકોને ઘણું બધું જાણવા જોવા મળે છે. જો કોઈ શાળા આ શો જોવા માંગતી હોય તો મો.નં. 9099901700 સમ્પર્ક કરવો.એમ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવવામાં આવર છે,બાળાઓને જાદુગરનો શો બતાવવા અલકાબેન કોરવાડિયા,નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા,દયાળજીભાઈ બાવરવા,જયેશભાઇ અગ્રાવત ચાંદનીબેન સાંણજા,નિલમબેન ચૌહાણ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,679

TRENDING NOW