Friday, May 2, 2025

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી

શાળાની 400 બાળાઓ રસોત્સવમાં મનમૂકીને ગરબે ઘૂમી

બેસ્ટ પરફોર્મન્સ આપેલ 20 વિસ બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરાઈ

મોરબી નવરાત્રિ એટલે માતૃશક્તિની આરાધના કરવાનો તહેવાર,રાસે રમવાનો અને ગરબે ઘુમવાનો રૂડો અવસર,એમાંય ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબો નવરાત્રીમાં ચોરે ચૌટે રાસ ગરબાઓનું આયોજન થતું હોય છે આબાલ-વૃદ્ધ સૌને ગરબે રમવું ગમતું હોય છે,નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને નાચતા હોય છે,દરેક શાળાઓમાં પણ નવરાત્રીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે એ અન્વયે મોરબી તાલુકાની માધાપરવાડી શાળામાં 400 વિદ્યાર્થીનીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાલીઓના તાલે દાંડિયાના તાલે ગરબે ઘૂમી જગત જનની જગદંબાની ભક્તિ અને શક્તિથી ઉજવણી કરવામાં આવી હતી અને ધો.3 થી 8 માં વેલ ડ્રેશ અને એક્શનમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર 15 પંદર બાળાઓને અને ઓલ રાઉન્ડર પરફોર્મન્સ આપેલ 5 પાંચ બાળાઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા આયોજન શાળાના આચાર્ય
દિનેશભાઈ વડસોલા, કાળુભાઈ પરમાર એસ.એમ.સી.અધ્યક્ષ તેમજ જયેશભાઈ અગ્રાવત, દયાલજીભાઈ બાવરવા, દિનેશભાઈ સાવરિયા જયાબેન ભાડજા,ગીતાબેન અંદીપરા, અલકાબેન કોરવાડિયા, નિમિષાબેન ચાવડા,નિકિતાબેન કૈલા, ચાંદનીબેન સાંણજા તેમજ નર્મદાબેન પરમાર પ્રવાસી શિક્ષક વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી અને બાળકો સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,700

TRENDING NOW