મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ગોંડલિયા મુકુંદભાઈ રામરતનદાસ વયનિવૃત્તિના કારણે નિવૃત્ત થતાં તેમનો શાળા પરિવાર તરફથી આજ રોજ વિદાય સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં આદરણીય મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા સીઆરસી કો. ઓર્ડિનેટર સંદીપભાઈ આદ્રોજાની હાજરીમાં વિદાયમાન શિક્ષકનું હવે પછીનું શેષ જીવન આરોગ્યમય અને દીર્ઘાયુ રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. દાતા મુકુંદભાઈ ગોંડલિયા તરફથી શાળાને ભેટ સ્વરૂપે 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા. શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપીને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું. આ તકે શાળાના સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેમજ ક્રાર્યકમનું સફળ સંચાલન સંજય બાપોદરિયાએ કર્યું હતું.

