Sunday, March 15, 2026

મોરબીની ઓમ હોસ્પિટલના ડૉ. હિતેશ પટેલ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત‘પિચ્યુટરી ગ્રંથિની ગાંઠ’નું સફળતાપૂર્વક ઓપરેશન કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી, સુરેન્દ્રનગર,જામનગર,કચ્છમાં સૌ પ્રથમ વખત પિચ્યુટરી ગ્રંથિ ની ગાંઠ ( બ્રેઇન ટ્યુમર) નું ઓપરેશન નાક દ્વારા દૂરબીન ( એન્ડોસ્કોપ ) થી કરવામાં આવ્યું હતું.

પિચ્યુટરી ગ્રંથિ જે મગજના નીચેના ભાગમાં આવેલી હોય છે તે ગ્રંથિ અને મગજ નો ભાગ નાકમાંથી દૂરબીન વડે અંદર જઈને ગ્રંથિ ખોલી અને તેમાંથી ગાંઠ કાઢવામાં આવી. આ ઓપરેશન મોરબીના ડો.હિતેશ પટેલ (ઓમ કાન નાક ગળા ની હોસ્પિટલ) ડો.મિલન મકવાણા (ન્યુરો સર્જન આયુષ હોસ્પિટલ) ડો. પ્રેયસ પંડ્યા (શિવમ કાન નાક ગળાની હોસ્પિટલ ) ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. દર્દી કચ્છ જિલ્લાના અંજાર ગામનું હતું દર્દીનું નામ નરેશકુમાર તુરી છે અને દર્દીએ પોતાનું ઓપરેશન બહાર ક્યાંય ચેકો મૂક્યા વગર કે ઉપરથી મગજ ખોલ્યા વગર દૂરબીનથી કરી આપવા બદલ ત્રણેય ડોક્ટરની ટીમને અભિનંદન આપ્યા હતા.

Related Articles

Total Website visit

1,597,541

TRENDING NOW