Saturday, May 3, 2025

મોરબીની આદર્શ સોસાયટીમાં મકાનમાંથી બિયરના 72 ટીન સાથે આધેડ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની આદર્શ સોસાયટીમાં પોલીસે રેડ કરી 72 ટીન સાથે આધેડને ઝડપી લીધો હતો. તેમજ બિયરના ટીન કબ્જે કરી આરોપીની અટકાયત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં સરદારબાગ પાછળ આદર્શ સોસાયટીમાં રહેતા દિપકભાઇ કાંતિલાલ મહેતા (ઉ.વ.૫૭)નાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના ઓરેન્જેબુમ પ્રીમીયમ લેજર બિયર ઓરીજનલ બિયર ટીન નંગ ૭૨ (કિં.રૂ. ૭૨૦૦) વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય બિયરનાં ટીન કબ્જે કરી આરોપી દિપકભાઇની અટકાયત કરી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW