Saturday, May 10, 2025

મોરબીના હરીપર-ગાળા પેટા કેનાલના પાણીમાં ડુબી જતાં બે યુવાનના મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના હરીપર-ગાળા પેટા કેનાલના પાણીમાં ડુબી જતાં બે યુવાનના મોત

મોરબી: મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામની સીમમાં હરીપર -ગાળા પેટા કેનાલ સાયફન પાસે પગ લપસી કેનાલના પાણીમાં ડુબી જતાં બે યુવાનના મોત નિપજયા.

પ્રાપ્ત માહિતી મુજબ રાહુલસિંહ રણજીતસિંહ રાવત ઉવ. ૨૭ રહે હાલ હરીપર(કેરાળા) ગામની સીમમાં આવેલ ક્લોરીસ પેકેજીંગના કારખમાનામાં તા.જી. મોરબી મુળ રહે ગામ જેતગઢબામણીયા તા. બ્યાવર જી અજમેર (રાજસ્થાન) તથા સાથે મજુરી કામ કરતા રૂપસિંહ સગુજી પઢીયાર ઉવ.૪૫ રહે રહે હાલ હરીપર(કેરાળા) ગામની સીમમાં આવેલ ક્લોરીસ પેકેજીંગના કારખમાનામાં તા.જી. મોરબી મુળ રહે હાટકેશ્ર્વર લાલ બંગલા બી.આર.ટી.એસ. બસ સ્ટેશન પાસે અમદાવાદ વાળાઓ ગત તા.૦૮-૦૯-૨૦૨૩ ના રોજ બન્ને હરીપર-ગાળા પેટા કેનાલ પાસે બેસેલા હતા તેઓના પગ લપસતા બન્ને કેનાલમાં પડી જતા પાણીમાં તણાઇ જતા કેનાલના પાણીમાં ડુબી જતા બંનેનાં મોત નિપજયાં હતાં. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,882

TRENDING NOW