Tuesday, May 6, 2025

મોરબીના સોખડા ગામે વિદ્યાર્થીઓએ ઉજવ્યો શિક્ષકદિન

Advertisement
Advertisement
Advertisement

મોરબીના પંખીના માળા જેવા ઐતિહાસિક,સોહામણા અને ધાર્મિક મહાત્મય ધરાવતા સોખડા ગામની પ્રાથમિક શાળામાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે સમગ્ર દેશ અને દુનિયામાં “શિક્ષકદિન”તરીકે ઉજવાય છે.

ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો શિક્ષકોનું અનુકરણ કરી, મોટા થઈ શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા હોય છે અને શિક્ષકદિનના દિવસે તો પોતે ખરા અર્થમાં શિક્ષકની ભૂમિકા ભજવતા હોય છે,સોખડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ શિક્ષક બની સમગ્ર દિવસ દરમ્યાન રીસેસ સાથેનું આચાર્ય અને શિક્ષક બની તમામ તાસનું આયોજન કરી શિક્ષક ભાઈઓ અને બહેનોની વેશભૂષા ધારણ કરી સમગ્ર દિવસ દરમ્યાન શૈક્ષણિક કાર્ય કર્યું હતું. શાળાના આચાર્ય,શિક્ષકો તેમજ ગ્રામજનોએ શિક્ષક અને આચાર્ય બનેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,777

TRENDING NOW