મોરબી ક્ષત્રિય સમાજના સેવાભાવી અને મોરબી વિસ્તારના ભામાશા અને તાજેતરમાં કોરોના મહામારીમાં કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર મોરબી જિલ્લાની પ્રજાને અમુલ્ય સેવા આપનાર જયુભા ઉદેસિંહભાઈ જાડેજાની મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે વરણી થતાં તેમજ કોરોના કાળમાં કરેલ સેવા માટે તેમને બિરદાવવા ગઈકાલે તા. ૬ના રોજ મોરબી તાલુકાના ઘુનડા (સ.) ગામે રબારી સમાજના અજાણા પરિવાર દ્વારા તાવાના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં અજાણા પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને જયુભાનું શાલ ઓઢાડી, હારતોરા કરી બહુમાન કરવામાં આવેલ હતું. આ તકે કિશનભાઈ રમેશભાઈ રબારી, વેલાભાઈ લીંબાભાઈ રબારી, હમીરભાઈ ભવાનભાઈ રબારી, અરજણભાઈ થોભણભાઈ રબારી, નારણભાઈ ગોવાભાઈ રબારી, રામશીભાઈ લાખાભાઈ રબારી, અમરાભાઈ થોભણભાઈ રબારી તેમજ વાલાભાઈ જીવાભાઈ રબારી સહિતનાએ હાજર રહી જયુભાનું સન્માન કરેલ હતું.આ તકે જયુભાએ રબારી સમાજને આશ્વાસન આપેલ કે, રબારી સમાજને કયારેય પણ કોઈપણ પ્રકારની સેવાકીય જરૂરત હોય ત્યારે હું હંમેશા રબારી સમાજ સાથે જ છું.





