મોરબીના સેવાભાવી અને જીવદયા પ્રેમી પરેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ
મોરબી તાલુકાના નારણકા ગામના વતની અને હાલ મોરબી રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158 સોસાયટીમાં રહેતા પરેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ છે.

પરેશભાઈ મેરજા હાલ રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158 સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સાથે જ અનેક સેવાકિય પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. ફ્લોરા-158 સોસાયટીના દરેક તહેવાર અને સાંસ્કૃત્તિક કાર્યક્રમ તથા સેવાકીય કાર્યમાં પરેશભાઈ મેરજા તથા ફ્લોરા-158 પરિવાર જહેમત ઉઠાવી સફળ આયોજન થતાં હોય છે. તેઓની સેવાકિય પ્રવૃતિઓની ચારકોર પ્રશંસા કરવામાં આવી રહી છે.
પરેશભાઈ તેમના મિલનસાર અને લાગણીશીલ સ્વભાવને કારણે સન્માનનીય વ્યક્તિત્વને પાત્ર છે , એટલું જ નહીં પરંતુ તેમના સુપુત્ર દીપભાઈ મેરજા પણ હાલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ના ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર વિશે જણાવીએ તો અહીં વિનામુલ્યે પશુ-પક્ષીઓને સારવાર આપવામા આવી રહી છે તેમજ તેમનું પાલન-પોષણ પણ થાય છે તેથી આ મેરજા પરિવાર સેવાભાવી હોવાથી આદર-અને સન્માનને પાત્ર છે. આજે પરેશભાઈ મેરજાના આજે જન્મદિવસ નિમિત્તે ઠેર-ઠેરથી તેમના મો.નં 93683 11111 પર જન્મદિનની હાર્દિક શુભકામના ધોધ વરસી રહ્યો છે.