મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપર માર્કેટમાં આજે ગુરૂપુર્ણિમાના પાવન દિવસે સુપર માર્કેટ એસોશિયન દ્વારા હનુમાનજી મંદીરના નવનિર્માણ અને હનુમાન દાદાની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં હનુમાનજી મહારાજને વિધી હવન મંત્રોચ્ચાર સાથે બિરાજમાન કરાયા હતા.
જેમા સુપર માર્કેટ એસોસિએશનના આગેવાનોએ યજ્ઞ વિધીમાં બેસી જય વિર હનુમાન દાદાના ગુણગાન ગાઈ ગુરૂપુર્ણિમાનો પાવનકારી દિવસ અને શનિવાર હોય હનુભાનદાદાના મંદિરે સુપર માર્કેટ એસોશિયન તેમજ દુકાનદારો દર્શાનાર્થૈ ઉમટ્યા હતા. આ તકે સુપર માર્કેટ એસોસિએશન અને હિતેશ દસાડીયા પ્રિતમ જીતુભાઈ જગદીશભાઈ સહીતના અગ્રણી આગેવાન હાજર રહ્યા હતા.





