મોરબીના તળાવીયા શનાળા ગામ નજીક આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરના ચોથા માળેથી ઝંપલાવતા શ્રમિકનું મોત મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સ્કોટલેન્ડ સિરામિક કારખાનામાં કામ કરતો અને મુળ ઓડીસાના બાલેશ્વર જિલ્લાના નીલીદા ગામના વતની રજતકુમાર ભગીરથભાઈ બારીક (ઉં.વ.20)એ ગઈકાલે તા.14 નાં રોજ કારખાનાના લેબર કવાર્ટરના ચોથા માળેથી ઠેકડો મારી આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.