Sunday, May 4, 2025

મોરબીના સિરામિક ઉદ્યોગકારોની વિવિધ પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી સાથે મીટીંગ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સિરામિક ઉદ્યોગકારોની વિવિધ પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી સાથે મીટીંગ યોજાઈ

મોરબી: મોરબીનાં સિરામિક ઉદ્યોગોના વિવિધ પ્રશ્ને આજે રાજ્ય મંત્રી બ્રીજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મીટીંગ યોજાઈ હતી.જેમાં મુખ્યમંત્રીએ રજુઆતને ધ્યાને લઈને સિરામિક ઉદ્યોગના પ્રશ્નોનો બાબતે હકારાત્મક પરીણામ આવે તે માટે લાગુ પડતા વિભાગોમા સુચના આપી હતી.

રાજ્ય મંત્રી બ્રીજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં સિરામિક ઉદ્યોગકારોની આજે ગાંધીનગર ખાતે ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સાથે મીટીગ યોજાઈ હતી અને સિરામિક ઉદ્યોગના પ્રશ્ને રજુઆત કરતા મુખ્યમંત્રીએ મોરબી સિરામીક ઉધોગના વિવિધ પ્રશ્નો બાબતે હકારાત્મક પરીણામ આવે તે માટે લાગુ પડતા વિભાગોમા સુચના આપી હતી. આ તકે આપણા મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામા સિરામીક એશોસીએસનના પ્રમુખ વિનોદભાઇ ભાડજા , કિરીટભાઇ પટેલ તેમજ નિલેષભાઇ જેતપરીયા અને મનોજભાઇ પટેલ પણ સાથે જોડાયા હતા. ત્યારે આગામી સમયમા મોરબીના ઉધોગો માટેના પ્રશ્નો સુપેરે પાર પડે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાની મહેનત રંગ લાવી હતી.

Related Articles

Total Website visit

1,502,733

TRENDING NOW