મોરબીના સિપાઈવાસમાં બે સગા ભાઈઓને અમુક શખ્શો દ્વારા છરીના ઘા ઝીંક્યા.
મોરબીના સિપાઈવાસમા બે સગા ભાઈઓને શખ્સ દ્વારા છરીના જીવલેણ ઘા મારવામાં આવ્યા છે જેથી કરીને ઈજા પામેલા બંને ભાઈઓને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને જ્યારે સામાપક્ષેથી હુમલો કરનારમાંથી પણ એક વ્યક્તિને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના બનાવમાં બંને પક્ષે ઈજા પામેલા ઈજાગ્રસ્ત મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પીઆઇ સહિતના અધિકારીઓ જાણ થતાં તે ત્યાં પહોંચી ગયા હતા.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સિપાહીવાસ વિસ્તારની અંદર રહેતા અકબરભાઈ ખુરેશીના બે દીકરા મનસુર અકબરભાઈ ખુરેશી (ઉ.વ. ૩૫) અને અબ્બાસ અકબરભાઈ ખુરેશી (ઉ.વ.૩૧)ને તે જ વિસ્તારની અંદર રહેતા મકબુલ બિલાલ યુનુષ ભાઈ કુરેશી દ્વારા છરીના ઘા ઝીકવામાં આવ્યા છે જેથી કરીને ઈજા પામેલ મન્સૂર અને અબ્બાસ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સામાપક્ષે મકબુલને પણ માથામાં ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાંથી વધું સારવાર અર્થે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો છે.જેથી કરીને હોસ્પિટલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓને પોલીસ કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા.
તેમજ જાણવા મળતી માહિતી મુજબ સિપાહીવાસ વિસ્તારની અંદર રહેતા એક યુવાનની સાથે ગઈકાલે મકબુલ ઉર્ફે બિલાલ યુનુષ ભાઈ કુરેશી માથાકૂટ કરી રહ્યો હતો અને તેને લાફો માર્યો હતો ત્યારે અકબરભાઈ ખુરેશીએ તેને છુટા પાડ્યા હતા અને ઝઘડો ન કરવા માટે કહ્યું હતું ત્યારે મકબુલે ઉર્ફે બિલાલ યુનુષ ભાઈ કુરેશીએ અકબર ખુરેશીને ધક્કો માર્યો હતો જેથી કરીને રોસે ભરાયેલા મનસુર અને અબ્બાસ તેની સાથે માથાકૂટ કરવા માટે પહોંચ્યા હતા જે બાબતનો ખાર રાખીને સામાપક્ષેથી મકબુલ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને મનસુર અને અબ્બાસને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ બંન્ને ભાઇને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા છે જ્યારે મકબુલ ઉર્ફે બિલાલ યુનુષ ભાઈ કુરેશીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. અને આ બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી છે.