Thursday, May 1, 2025

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સગીરાને પ્રેમ ઝાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં હાલમાં રહેતી એક સગીરા અગાઉ વીસીપરા વિસ્તારમાં રહેતી હોય ત્યારે તે જ વિસ્તારમાં રહેતા સાહિલ ઇલ્યાસભાઈ કટિયા ઉ.વ.20 નામના શખ્સ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને લગ્નની લાલચ આપીને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ભોગ બનેલ સગીરાનો પરિવાર વીસીપરા વિસ્તાર મૂકી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેવા માટે જતો રહ્યો હતો તેમ છતાં પણ સાહિલ કટિયા દ્વારા સગીરાને સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું અને તેના પરિવારને બદનામ કરવા માટેની ધમકીઓ આપવામાં આવતી હતી. તેવી સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પીઆઇ વસાવાના જણાવ્યા અનુસાર પોલીસે આ ફરિયાદને આધારે ગુનો નોંધીને આરોપી સાહિલ ઇલ્યાસભાઈ કટિયાને પકડી પાડ્યો છે. આ આરોપી અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોકસોના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

Related Articles

Total Website visit

1,502,621

TRENDING NOW