મોરબીના સાપર ગામની સીમ જેતપર રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમ જેતપર રોડ કઝારીયા ગેટ સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાપર ગામની સીમ જેતપર રોડ કઝારીયા ગેટ સામે રોડ પરથી આરોપી મેહુલભાઈ ભરતભાઇ ચાવડા રહે. મોરબી તાલુકાના રંગપર ગામમાં કરણસિંહ ઝાલાના મકાનમાં તા. મોરબી મુળ રહે ઈસદ્રા તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર વાળાએ પોતાના હવાલાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર-GJ-13-AQ-8230 વાળામા ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩ કિં રૂ.૧૧૨૫ તથા મોટરસાયકલ સ્પ્લેન્ડર પ્લસ રજીસ્ટર નંબર-GJ-13-AQ-8230 વાળાની કિં રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૧૧૨૫ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.