મોરબીના સાદુળકા ગામની સીમમાંથી રાજસ્થાની ખેમાબાબા હોટલમાંથી રૂ.૪૦,૭૦૦ ના ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમ, સાંઇ પ્લાઝા કોમ્પલેક્ષની બાજુમાં, રાજસ્થાની ખેમાબાબા હોટલમાંથી રૂ.૪૦,૭૦૦/- ના ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓએ પોહી. / જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અને વધુમાં વધુ કેસો કરી અસરકારક કામગીરી કરવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી.જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ નાઓને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમ, સાંઇ પ્લાઝા કોમ્પલેક્ષની બાજુમાં, રાજસ્થાની ખેમાબાબા હોટલમાં પ્રોહી. અંગે રેઇડ કરતા હોટલમાં છુપાવેલ ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂ બોટલ નંગ-૬૮ કિં.રૂ. ૪૦,૭૦૦/- ના મુદામાલ સાથે આરોપી સુરેશ મોડારામ ચૌધરી જાતે.જાટ ઉ.વ.૨૬, ધંધો-વેપાર રહે હાલ-ગણેશનગર પાટીદાર ટાઉનશીપ પાછળ, તા.જી.મોરબી મુળ રહે. જાસ્કી પોસ્ટ-કોરના, તા.કસવદરા, જી.બાડમેર, રાજસ્થાન વાળો હાજર મળી આવતા પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.