મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડથી સન્માનિત કરાયા
ભાગવત કથાચાર્ય રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે એવોર્ડ આપી બહુમાન કરાયા
મોરબી જીલ્લાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાને પોરબંદરની સાંદિપની વિદ્યા નિકેતન દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેના ‘સાંદિપની ગુરુ ગૌરવ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કે તેઓએ ‘રમકડાં દ્વારા શિક્ષણ’ વિષય ઉપર શ્રેષ્ઠ કામગીરી કરતા ૫૬મુ સન્માનીય બહુમાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય ભાઈશ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન મેળવી વિજયભાઈ દલસાણીયાએ સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
મોરબી:દર વર્ષે સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા રાજ્યના દરેક જીલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરી તેમને ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ’ આપી સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે એક વિષયમાં વિશિષ્ટ રીતે કામગીરી કરેલ શિક્ષકને પસંદ કરી તેમને આ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે વર્તમાન વર્ષે ‘રમકડા દ્વારા શિક્ષણ’ એ વિષય પર વિશેષ કામગીરી કરેલ મોરબી જીલ્લામાંથી વિજયભાઈ દલસાણીયાની પસંદગી થતા, ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પરમ આદરણીય, સન્માનીય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ‘સાંદીપનિ ગુરુ ગૌરવ’ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.તેમણે મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તે બદલ સૌએ અભિનંદન પાઠવ્યા હતા.
મોરબીના વિજયભાઈએ શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રકારની કામગીરીઓ કરી છે. તેમણે શિક્ષણના દરેક ક્ષેત્રમાં વિવિધતાસભર કામ કર્યું છે. તેઓ બાળકોને રમકડા જેવા શૈક્ષણિક સાધનોની મદદથી આનંદમય અભિવ્યક્તિ દ્વારા બાળકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે. આ ક્ષેત્રમાં રમકડા મેળામાં તેમની કૃતિ ‘ફરતી પેન્સિલ’ નામનું રમકડું નેશનલ કક્ષાએ પસંદ થયું હતું.તેમના આ રમકડાનો ઉદ્દેશ રમકડા સસ્તા બનવાની સાથે બાળકો પૃથ્વી વિશેની માહિતી, સૂર્ય વિશેની માહિતી, રાત દિવસની માહિતી, ચુંબક વિશેની માહિતી ખૂબ જ આનંદમય રીતે સમજી જાય એ એનો મુખ્ય ઉદેશ હતો. વિજયભાઈએ અત્યાર સુધીમાં ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં બાળકોને ૯૦૦ જેટલી પ્રવૃત્તિઓ કરાવી છે. આ એક એવા શિક્ષક છે જેઓ કલર પણ જરૂર પડે તો જાતે કરી નાખે, પેન્ટિંગ પણ જાતે કરે, રજાના દિવસે પણ શાળાએ હોય વિજયભાઈને આ સન્માન પ્રાપ્ત થતાં તેમને ૫૬મુ સન્માન થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.આ તકે વિજયભાઈએ સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદરનો અને સાથે આ વિશિષ્ટ કાર્યમાં મદદરૂપ થનાર તમામ શિક્ષકગણનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.