મોરબીના શનાળા ગામે ઘરમાંથી 33 બોટલ દારૂ- 6 બીયરના ટીન સાથે એક ઝડપાયો, એક ફરાર
મોરબી: મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૩ બોટલ તથા ૬ બીયરના ટીન સાથે એક આરોપીને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા ગામ નવા પ્લોટ વિસ્તાર સાંઈબાબાના મંદિરની નજીક રહેતા આરોપી વીકીભાઈ નારાણભાઈ નાટડા (ઉ.વ.૨૧) તથા નરેન્દ્રભાઇ દાનાભાઈ ચૌહાણે પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૩ કિં.રૂ.૨૪૫૨૦ તથા બિયર ટીન નંગ -૦૬ કિં.રૂ.૬૦૦ મળી કુલ રૂ. ૨૫૧૨૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો હતો. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.