Tuesday, May 6, 2025

મોરબીના વીસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વિસીપરામા સરસ્વતી સ્કૂલની બાજુમાં ખૂલ્લા પટમાં જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના વિસીપરામા સરસ્વતી સ્કૂલની બાજુમાં ખૂલ્લા પટમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો શંકરભાઈ માવજીભાઈ જ ઉ.વ.પ૨, વિજયભાઈ મનુભાઈ અગેચણીયા ઉ.વ.૨૮, યોગેશભાઇ સવસીભાઈ અંગેચણીયા ઉ.વ.૩૧, ગોરધનભાઈ લખમણાભાઈ પંચાસરા ઉ.વ.૫૯, સનાભાઈ મહાદેવભાઈ અગેચણીયા ઉ.વ.૬૦, ચંદુભાઇ બચુભાઇ અગેચણીયા ઉ.વ.૫૧ રહે. બધા અમરેલી રોડ, વીસીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૦,૧૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,779

TRENDING NOW