મોરબીના વીશીપરા સ્મશાન પાછળ સ્મશાનવાળા મેલડીમાંનાં મંદીરની દાન પેટીમાંથી ગત તા.26 ના રોજ રોકડ રૂપિયા આશરે 2000 ની કોઇ અજાણ્યા બે ઇસમો આશરે 20 થી વર્ષની ઉંમરનાં ઇસમોએ ચોરી કરેલ હોય, જે બાબતની મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
જે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાની સુચના, ડીવાયએસપી રાધીકા ભારાઇ પીઆઈ વી.એલ.પટેલનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડનાં પીએસઆઈ એ.એ.જાડેજા તથા સર્વેલન્સ ટીમ બનાવ વાળી જગ્યાનો CCTV ફુટેઝ ચેક કરી તથા હ્યુમન સોર્સનાં માધ્યમથી CCTV ફુટેઝમાં દેખાતા આરોપીનું અધૂરૂ નામ મળી આવેલ જે અધૂરૂ નામ ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરી પૂરૂ નામ સરનામું મેળવી આરોપી સુનિલભાઇ ભરતભાઇ અગેચણીયા (રહે. વીશીપરા કુલીનગર-૨ મોરબી), નરેશભાઇ જયદેવભાઇ લાંબા (રહે. હાલ વીશીપરા ગુલાબનગર હનુમાનજી મંદીર પાસે મોરબી મુળ રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી)ને હસ્તગત કરી યુક્તિ પ્રવુક્તિ દ્વારા પૂછપરછ કરતા પોતે પોતાનાં મિત્રએ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. જેથી સુનિલભાઇ અગેચણીયા તથા નરેશભાઇ લાંબાની અટક કરી ચોરીમા ગયેલ રોકડ રૂપિયા 1550 રિકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કામગીરીમાં પીએસઆઈ એ એ જાડેજા, પો.હે.કો. ડી એચ બાવળીયા, બી.આર.ખટાણા, વી એમ ચાવડા, એન એમ ગોસ્વામી તથા પો.કો. રમેશભાઇ રાયધનભાઇ, દેવસીભાઇ ડુંગરભાઇ, ભગીરથભાઇ દાદુભાઇ, શક્તિસિંહ કિશોરસિંહ સહિતનાઓ રોકાયેલા હતા.






