Monday, March 9, 2026

મોરબીના વિસીપરા વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મચ્છુ નદી નજીકથી આજે સવારમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના અમરેલી રોડ પર વિસીપરા ગુલાબનગર વિસ્તારના રહેવાસી હિતેશ નરશીભાઈ અખિયાણી (ઉ.વ.૩૦) નામના યુવાનનો મચ્છુ નદી વિસીપરામાં હપુંવાડી પાજ જગ્યા પાસે આજે સવારના સુમારે મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં બી ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતકના શરીર પર ઈજાના નિશાનો જોવા મળતા મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યાની આશંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related Articles

Total Website visit

1,595,127

TRENDING NOW