મોરબીના વિસીપરા ધોળેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા બે મહિલાઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા.
મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ પર આવેલ ખડીયાપરામાં જાહેર શેરીમાં જુગાર રમતા બે મહિલાઓને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મોરબીના વીસીપરા ધોળેશ્વર રોડ રાજબેકરી સામે ખડીયાપરામાં જાહેર શેરીમાં જુગાર રમતા આરોપી (૧) શારદાબેન સુરેશભાઇ કુમાદરા રહે.વીસીપરા ધોળેશ્વર રોડ રાજબેકરી સામે મોરબી (૨) શોભનાબેન વાઓ પ્રવિણભાઇ દેકાવાડીયા રહે. વીસીપરા ધોળેશ્વર રોડ રાજબેકરી સામે ખડીયાપરા નેં રોકડ રકમ રૂપીયા-૭૯૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.